નાજુક કળી
નાજુક કળી
1 min
380
માનું છું જેને પોતાના એ જ ઘાવ આપી જાય છે,
હર પલ મારી લાગણી મને આમ જ હરાવી જાય છે.
કોના કહું નામ કોણે આપ્યા છે દર્દ અપાર,
અંગતના ચહેરા પરથી જ નકાબ ઉઠતો જાય છે.
ખીલી નથી હજી જિંદગીની વસંતમાં જે,
જોઈને દશા પરિપક્વ ફૂલની,
એક નાજુક કળી ભીતરે કરમાતી જાય છે.
નથી જરૂર મારે હવે કોઈની લાગણીના મલમ ની
બોલ મીઠા પ્રેમના હવે મને દઝાડી જાય છે.
ખીલવી શકો તો ખીલવી દ્યો એ મુર્જાયેલી "યાદો" ને,
પલ-પલ એ નાજુક કળી હવે તુટતી જાય છે.
