Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ashuman Sai Yogi Ravaldev

Others

4.9  

Ashuman Sai Yogi Ravaldev

Others

નાગલા ઓછા પડ્યા

નાગલા ઓછા પડ્યા

1 min
1.0K


મારો કેશરિયો ઝટ સિધાવી ગયો પરલોક,

કે મારા નાગલા ઓછા પડ્યા,


મેં તો પૂજ્યા છે જયા પાર્વતીને આ લોક,

કે મારા નકોડા ઉણા પડ્યા,

હે મારા વેણીના ફૂલડાં ગયા કરમાય,

કે ફૂલડાં ઓછા ધર્યા,


હે મારો કેશરિયો ઝટ સિધાવી ગયો પરલોક

કે મારા નાગલા ઓછા પડ્યા,


મેં તો સપના રે રંગ્યા શ્યામ તારા રે ભરોસે,

મેં તો સેંથિયા રે પૂર્યા ભોળા તારા રે ભરોસે,

પૂજ્યા પૂજ્યા મેં તો ગોરમાને સત્તર સુધી

કે મારા જવેરા ઓછા ઉગ્યા,


હે મારો કેશરિયો ઝટ સિધાવી ગયો પરલોક

કે મારા નાગલા ઓછા પડ્યા


એવી કરવાચોથમાં મેં તો આયખા રે માગ્યા,

મુજને ભૂલીને મેં તો ભરથાર રે રાખ્યા,

હે મારો ભરથાર લીધો છીનવી,

કે ચાંદલાને પાણીડા ઓછા ચડ્યા,


હે મારો કેશરિયો ઝટ સિધાવી ગયો પરલોક,

કે મારા નાગલા ઓછા પડ્યા,


હે મારી મમતાની ગોદ એવી રે સૂની,

જાણે જળમાં પ્યાસી માછલી રોતી,

હે મારી શી રે એવી ભૂલ એવરત જીવરત,

કે મારી કૂખ વાઝણી ઠરી,


હે મારો કેશરિયો ઝટ સિધાવી ગયો પરલોક

કે મારા નાગલા ઓછા પડ્યા.



Rate this content
Log in