ના પૂછો
ના પૂછો

1 min

121
દિલમાં કેટલું દર્દ છે, એ વાત નાં પૂછો,
છોડી દીધો છે તો હવે હાલ નાં પૂછો,
રસ્તાની મારા હવે મંઝિલ નાં પૂછો,
રાત લાંબી છે, એની સવાર નાં પૂછો,
કહી નાં શકાય છે શબ્દોમાં દુઃખ ને,
કવિતાની હવે કોઈ શક્યતા નાં પૂછો,
સર્વસ્વ લૂંટાવ્યું હતું મેં એમની માટે,
ગરીબ થયાં નું કોઈ કારણ નાં પૂછો,
કેમ છો એવું પૂછનાર હવે કોઈ નહીં,
તમે દૂર રહીને મારી ખબર નાં પૂછો.