મૂક સાક્ષી -પ્રેમનું
મૂક સાક્ષી -પ્રેમનું
1 min
11.6K
ઊભો છું આજ, આ પ્રેમવૃક્ષ સહારે,
મનાવી રહ્યો દિલને એની છાયા તળે.
યાદ છે તને, આપણા એ પ્રથમ મિલને,
બની મૂક સાક્ષી, જોતું એ પ્રેમ પંખીને.
નથી તું આજ અહીં પ્રિય મુજ સંગે,
કરું છું વાતો તારી, આ સાથી વૃક્ષ સંગે.
ઊભો છું આજ, આ પ્રેમવૃક્ષ સહારે,
મનાવી રહ્યો દિલને એની છાયા તળે.