મુસાફર
મુસાફર
વહાલો સર્જનહાર વિશ્વની લીલા નિહાળે પર રહી,
સુક્ષમતા સંયમતા વિરાટ આકાશગંગે મળે નહી,
માટીના મારા સ્વપ્નાને ભીંજવા આવે વર્ષા અહીં,
મુસાફર છે આદમી તોય કેમ બંદીવાન છે અહીં,
ભાતભાતના નિતનવા અવનવા ધેંટા બસ અહીં,
ભાગવાની ઈંતઝારી એક ના એક સ્ટેશન મહીં,
સ્ટેશનો ઉતરી - ચઢતી ભાગતી જીંદગી અહીં,
કોણ મળે? કેટલો સમય કેમ ગુજારશે અહીં,
નવાંગતુકના પડછાયાની હઉકલી સતાવે અહીં,
ઠાંસી ઠાંસી ને એક જ ડબ્બે , એક જગ્યામાં કહી,
એક ધરમાં ને એક દુનિયે ભરાણાં છે સૌ અહીં,
છુપાવે એકલતા નેટ પર ભાન ભૂલીને અહીં,
“ગુગલ “ ને સ્કાઇપ “ પરથી “કલાઉડ” મહીં,
મુન ને મારઝ પર લટાર મારીને આવે અહીં,
મૃત્યુ પછીય મુસાફરી જ કરતો મુસાફર અહીં,
ન કોઇ રંજ ન કોઇ તૃષ્ણા થાકેલા સપના મહીં,
તટસ્થ આત્મા ધૂમે ઘૃજતો છે મુસાફીર અહીં.
