મૃત્યુ
મૃત્યુ
1 min
581
સત્ય છે કડવું પચાવી નહીં શકો,
મૃત્યુને પ્રેમે વધાવી નહીં શકો !
છાતી પર આઘાત આપીને જશે,
પીઠ મૃત્યુને બતાવી નહીં શકો !
આંખની સામે, સ્વજનને લઈ જશે,
કોઈ પણ રીતે બચાવી નહીં શકો !
આપ બસ લાચાર થઈ ઊભા હશો,
રડતી આંખોને હસાવી નહીં શકો !
કામ મૃત્યુનુ આકરૂ છે આમતો,
આપ એ ચાકુ ચલાવી નહીં શકો !
