મરજીવા
મરજીવા

1 min

997
સમજે એને સૌ સમજાવે
ન સમજે એને બધા એડજસ્ટ થાય !
કહે અખો,
"સકટ તળે જેમ ચાલે શ્વાન"
એવા શ્વાનને કોણ સમજાવવા જાય ?
ઠાયલો સમજી જાય સાનમાં,
આછકલુ કરે છમકલા પળવારમાં !
એમ કંઈ થોડા છમકલા કરાય ?
એ તો છીછરા માણા(હ) ગણાય.
છીછરા થયે માત્ર માછલીઓ દેખાય,
ઠાયલા થયે તો જ મોતી પમાય
ગોતા ખાવા પડે ઉંડા દરિયે,
એમ કંઈ થોડા મરજીવા થવાય !