મોસમ વરસાદની
મોસમ વરસાદની
સુકી થઈ છે સુનેરી ધરતીને,
તરસ્યાં થયાં છે આ મુક જાનવરો.
પંખી કહે મારે ક્યાં પીવું પાણી ?
જ્યાં માનવી પણ વલખાં મારે પાણી...પાણી !
ગરમીએ તો કાળો કેર વર્તાવ્યો છે આજે,
પંખાને કુલરની તો હવા પણ ન અડતી આજે,
ફુટપાથ પરનાં માનવીની શું હાલત હશે ?
એકવાર તો રીઝી જા વર્ષારાણી અમારા કાજે.
મોસમ વરસાદની અનેરી જોઈ,
કુદશે એ નાનેરા નિર્દોષ ભુલકાઓ,
ધરતીમાતા જાણે લીલી ચાદર ઓઢે,
ધરા જાણે ખુશાલીમાં આળસ મરડી ઉઠે !
ખેતરોમાં પાક રૂડાં ચોમેર થયાં,
સૌ માનવી રાજીના રેડ થયાં,
મોંધવારી તું મુકીશ ને હવે માઝા ?
હવે તો આવી ચુક્યા છે મારા પ્રિય મેધરાજા.