મોર
મોર
શોભી રહ્યો છે મોર શોભી રહ્યો છે
મોરપીંછથી કેવો મોર શોભી રહ્યો છે!
લાગી રહ્યો છે, રાજા, લાગી રહ્યો છે
માથે કલગીથી મોર રાજા લાગી રહ્યો છે
ચણી રહ્યો છે, મોર ચણી રહ્યો છે
ચાંચેથી મોર ચણ ચણી રહ્યો છે
નાચી રહ્યો છે મોર નાચી રહ્યો છે
વગડામાં જુઓ મોર નાચી રહ્યો છે
ટહૂકી રહ્યો છે મોર ટહૂકી રહ્યો છે
વાદળોને જોઈને મોર ટહૂકી રહ્યો છે
આવી રહ્યો છે મોર આવી રહ્યો છે
આંબાની ડાળે મોર આવી રહ્યો છે
કળા કરી રહ્યો છે કળા કરી રહ્યો છે
આંબા ડાળે મોર કળા કરી રહ્યો છે
રમી રહ્યો છે મોર રમી રહ્યો છે
પોતાની ધૂનમાં મોર રમી રહ્યો છે
ગમી ગયો છે, મોર ગમી ગયો છે
બધાને મનથી મોર ગમી ગયો છે.