STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Others

3  

Jivatiben Bachubhai Pipaliya

Others

મોંકાણ મોટી મેદસ્વિતા

મોંકાણ મોટી મેદસ્વિતા

1 min
197

આળસ બલા થઈ પીડશે, ખાળવા તું કામ કર,

મોંકાણ મોટી મેદસ્વિતા, ટાળવા તું કામ કર,


યોગા કરી લો આજ ભઈ કાયા તણું કલ્યાણ છે, 

મન, બુદ્ધિને નિર્મળ પથે લઈ, ઢાળવા તું કામ કર,


એદી બની ફરશો નહીં, આળસ મરાવી નાખતી,

તુજ દ્વાર આવે સિદ્ધિ કાયમ, ભાળવા તું કામ કર,


પ્રસ્વેદ બિંદું પાડશો તો જિંદગી પણ મોજ છે,

ઉત્તમ ક્ષણોમાં વિઘ્ન આવે, બાળવા તું કામ કર,


કરજે જતન અદકા સદા આ દેહ છે અણમોલ ભાઈ,

ઈશનાં ચરણમાં સંગ કાયમ ગાળવા તું કામ કર.


Rate this content
Log in