મોહન તું તો ન્યારો
મોહન તું તો ન્યારો
મોહન તું તો ન્યારો, રુપે કામણગારો,
લાગ્યો મુજને રંગ તારો, કંઠે સાદ પ્યારો !
તારા પ્રેમમાં હું તો, ખોવાઈ જાઉં જો ને !
સાન-ભાન ભુલી હું તો, શોધું અહીં-તહીં તને,
સુણી લેજે હવે, તારા નામની ધડકનને,
લાગ્યો મુજને રંગ તારો.
તારા વિના તો મારા અશ્રુ સહેવાય ના,
પ્રીત કેરી રીતથી, કેમેય રહેવાય ના,
જીવનમટુકી મારી, કરી દે રસીલી,
લાગ્યો મુજને રંગ તારો.
બની ગીત તારું ઝુરું , બંસીધર મધુરું,
તારું સ્મિત મારા હોઠે, થયું મિલન આ પુરું,
મોરપીંછ સંગે, મારા સ્વપ્ન સોહાયા,
લાગ્યો મુજને રંગ તારો.
મોહન તું તો ન્યારો, રુપે કામણગારો,
લાગ્યો મુજને રંગ તારો, કંઠે સાદ પ્યારો,
કંઠે સાદ પ્યારો, કંઠે સાદ પ્યારો !
