મનની ચંચળતા
મનની ચંચળતા
1 min
504
મનની ભીતર કેવી આ ભાગદોડ મચી છે ?
એની ચંચળતા એ આજે માઝા મૂકી છે.
અજાણ્યા ભયથી હલચલ મચી છે,
એની સવારી ઘોડે ચડી ગઈ છે.
દિલની ધડકન આટલી કેમ દોડી રહી છે ?
એ બેલગામ એલફેલ બોલી રહી છે.
મનની વાત હવે જાણી લીધી છે,
એને કાબૂમાં લેવા માટે યુક્તિ શીખવી છે.
