STORYMIRROR

jignasa joshi

Others

3  

jignasa joshi

Others

મનનાં નગરીયામાં

મનનાં નગરીયામાં

1 min
149

મનનાં નગરીયામાં છે તારુ મંદિર ને,

જોવું તારી વાટ મારી માત રે..

વેલેરા આવો માડી દર્શન દિયોને,

ટાળો અમારાં દુખડા રે.


હેત પ્રેમ સ્નેહથી તમને બોલાવું,

પડ્યાં છે દુઃખના ડુંગરા રે..

વેલેરા આવી ઉકેલ કરોને,

લાવો એનો નિકાલ રે..


ડગલે ને પગલે મુશ્કેલી આવે,

આધિ વ્યાધિ ને ઉપાધિ રે...

મારગ નથી ક્યાંય મળતો અમોને,

રાહ દેખાડવા આવો રે..


કાંટાની જેમ ચૂભે જિંદગી આ દોયલી,

નથી જીવાતી કે નથી સહેવાતી રે...

નથી કહેવાતું કે નથી સહેવાતું,

હૃદય થયું છે હવે ખોખલું રે..


રાતદિવસ અમે દુઃખી થઈ રડીએ,

મનથી અમે મૂંઝાયા રે...

આવો ને માડી વેલેરા આવો,

અમને આપો સહાય રે.


Rate this content
Log in