મનના નવાબ
મનના નવાબ
1 min
26.6K
કરતા થયા છે આમતો સામા જવાબ પણ,
હૉઠે દબાવી વાતને બૈઠા જનાબ પણ.
શાણાં વલણના કારણે ચુપ્પી ધરી હતી,
માનવ થવાની શાનનો રાખે રુઆબ પણ.
દ્રષ્ટિ જગતમાં દેખતી ગમતા પ્રસંગ ને,
આખે ધરેલાં રાખતાં ધોળા નકાબ પણ.
આગળ થવાની હોડમાં ભાગી રહ્યાં સતત,
લાગે સમયની તાણમાં મનના નવાબ પણ.
પીડા બધાને આપતાં ડંખે નહીં હ્રદય ,
પથ્થર બનીને જીવતાં લાગે જનાબ પણ.
વિધ્યા ભણીને થઇ ગયાં ગુરુ ગણિતના ,
રાખે બધાના કર્મના પાકા હિસાબ પણ.
માસૂમ હ્રદયની લાગણી રાખી દબાયલી,
પાઠો ભણીને જ્ઞાનની ફાડે કિતાબ પણ.
