STORYMIRROR

Chaitanya Joshi

Others

2  

Chaitanya Joshi

Others

મંગલ પ્રભાત.

મંગલ પ્રભાત.

1 min
14.1K


ઉગતો સૂરજ ઉષાને શણગારે મંગલ પ્રભાત.

નૂતન આશ માનવમાં એ સંચારે મંગલ પ્રભાત.

પક્ષીઓ કરીને કલરવ જાણે કે દિશા શોભાવે, 

કપોતવૃંદનો ઘૂઘવાટ હારેહારે મંગલ પ્રભાત.

આળસ મરડી જાગે દ્રુમો પલ્લવ રખે ખંખેરે, 

સવિતા સર્વમાં જોમ પ્રગટાવે મંગલ પ્રભાત.

કોક રાહી સૂના મારગ જગાડી ભોર આવકારે, 

સામે મળતાં સ્નેહી ઉચ્ચારે મંગલ પ્રભાત.

શિવમંદિરે થાય આરતી બાલકવૃંદ સથવારે,

સૃષ્ટિ દીસે નૂતન રૂપ અવતારે મંગલ પ્રભાત.


Rate this content
Log in