STORYMIRROR

Bharat Thacker

Others

4  

Bharat Thacker

Others

મંગલ કન્યા વિદાય

મંગલ કન્યા વિદાય

1 min
556

દરેક દીકરીઓની જિંદગીમાં,

આ કેવી સામાજીક હદ છે ?

જે ઘરમાં ઉછરી લાડકોડથી,

એ જ ઘરની લાંઘવાની સરહદ છે.


સમાજના શિરસ્તા પ્રમાણે,

સાસરીયે જઈને શોભાવવાનું છે પદ,

વિદાયની આ વસમી વેળાએ,

સોનેરી યાદોથી હૈયું ગદગદ છે.


પોતાનાને પારકા કરીને સાસરે જાતી,

દીકરી સાથે આ કેવો સંબંધ છે,

પારકાને કરવા જાય છે પોતાના,

આ કેવો રમણીય ઋણાનુબંધ છે.


કન્યા વિદાય ભલે થાય,

દીકરી સાથે સ્નેહ સંબંધ રહે છે અકબંધ,

ફૂલ અમારું મહેકશે સાસરીયે પણ,

અમને મળતી રહેવાની સુગંધ છે.


સાસરે પાથરાશે હવે પિયરની રંગોળી,

જેના અનેરા રંગ છે,

નવી દુનિયાની નવી રંગોળીમાં,

મળવાના કેલિડોસ્કોપના તરંગ છે.


શિવાનીનું જીવન બની રહેશે,

જાણે કે છે મેઘધનુષના રંગારંગ,

 ‘સારા માણસો’નો થયો સંગ,

એટલે જીવન અમારૂં બન્યું સત્સંગ છે


Rate this content
Log in