મને
મને

1 min

44
જિંદગીમાં કેટલાયે દખ મને,
એક પળ લેવા ન દેતાં સખ મને.
કોની પાસે જઈ કરૂં ફરિયાદ હું..?
લ્યો હવે મારો જ વાગ્યો નખ મને..!
હું ભૂલી જો જાઉં છું તો આ ગઝલ,
રોજ આવી ને કહે છે લખ મને..!
એમણે પાયા હશે બહુ પ્રેમથી,
લાગતા અમરત સરીખા વખ મને..!
એક સૂરજ ડૂબતા ત્યાં આભમાં,
તારલા દેખાય છે નવલખ મને..!