STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

મને લાગી તારી ધૂન

મને લાગી તારી ધૂન

1 min
582

શિરડી ધામમાં, સાંઈ બાબાએ, 

મને આનંદ આનંદ થાએ. 

મને લાગી તારી ધૂન...(૨)


તારી કુટિર પછવાડે ફૂલવાડી, 

ત્યાં તો ફૂલ વીણે છે વનમાળી. 

મને લાગી તારી ધૂન...(૨)


તારા ધામમાં, ફૂલડાં મહેકે, 

રૂડા મોર, બપેયા, ગહેકે. 

મને લાગી તારી ધૂન...(૨)


તારો શુભદિન છે ગુરુવાર, 

તારી લીલા, છે અપરંપાર. 

મને લાગી તારી ધૂન...(૨)


તારા નામનો, મહિમા મોટો 

જડે ના જગમાં, સાંઈ જોટો. 

મને લાગી તારી ધૂન...(૨)


તારો ચમત્કાર, બાબા સાંઈ, 

તારી પૂજા, ઘર ઘર થાયે. 

મને લાગી તારી ધૂન...(૨)


તારા નામમાં, શ્રદ્ધા સબૂરી, 

સહુ ભક્તોએ, ધીરજ ધરી. 

મને લાગી તારી ધૂન...(૨)



Rate this content
Log in