મને ગમે છે
મને ગમે છે
1 min
229
આ વરસાદ મને ગમે છે
અને એની સાથે ચા મને પ્રિય છે,
આમાં પલળવું મને ગમે છે
અને એની સાથે શરદીના બહાને પીવાતી અદરકવાળી ચ્હા મને ભાવે છે,
નાની છાંટ એની મારાં પુસ્તક પર પડે એ મને ગમે છે
અને એની સાથે પુસ્તકની બાજુમાં રાખેલી એ ચાની મહેક મને પસંદ છે,
આમ આ વરસાદ અને ચ્હા બંને સાથે મને પ્રિય છે.
