મનાલી ના રસ્તે..
મનાલી ના રસ્તે..
1 min
13.9K
હું સ્તબ્ધ
જોઈ, નિ:શબ્દ ધવલ નગ
અને તપસ્વી સમ તરુઓને
થીજેલા મૌનને વહાવી લઈ આવે
..........બિયાસ મારી સાથે સાથે
છમછમ કલકલ ખળખળ
એના નીર ધવલ ને ફેનીલ
એવી ચંચળ અલ્લડ શીતલ
.........બિયાસ મારી સાથે સાથે
બિયાસ વહેણમાં ઝીણો નિનાદ
શોધે મારા અંતરનો વિષાદ
હવે એનાથી જોજનો દૂર
.........તોય બિયાસ મારી સાથેસાથે....
