મન
મન

1 min

267
મન તું રે કેવું તે ચંચળ,
આમ તેમ ભટક્યા કરે,
પણ ખરું છે ને તું
ખબર પણ ના પડવા દે,
એવું તો ચતુર,
છે ખરી કોઈની વિસાત,
કે પામે પાર આ,
મસ્ત મગન મનનો
ના રે નથી કોઈ માપી શક્યું,
નથી કોઈ ભાળી શક્યું,
અજબ ગજબ ખેલ ને માયા
રચ્યા કરે ને રમ્યા કરે,
ખુદ જ રચે ને ખુદ જ જાણે,
ખરું કારીગર હો,
રે મન તું તો ભારે ચંચળ.