STORYMIRROR

Jigisha Raj

Others

3  

Jigisha Raj

Others

મન..

મન..

1 min
13.6K


કુદરતના પ્રત્યેક રૂપને માનવાનું મન,
ને અગોચર તત્વ તેનું જાણવાનું મન
તું સદા સામે હશે ને મને દેખાય ના,
હરપળે હવા મહીં નિહાળવાનું મન.
મૌન હો કે શબ્દ હો કે પછી અર્ચન,
તારી સમીપે સર્વ વહેણો વાળવાનું મન.
ના કશી ઈચ્છા હવે શ્વાસોછ્સ્વાસને,
તારા સ્મરણને છાંયડે ગાળવાનું મન.
હું નથી પથ્થર, હું પ્રવાહી સમ છું,
તું કહે તેમ જ હવે તો ઢળવાનું મન.


Rate this content
Log in