મન
મન
1 min
247
મનનો મઝધાર દરિયો સતત ઉમટ્યા કરે છે,
આંખોમાં વરસતી હર્ષની વાદળી ઝબકયાં કરે છે.
વિચારોની સરવાણીએ સતત ઝખનાંઓ કરે છે
મન સુરમધુર ગુંજન કરતું મનડું ટહુક્યા કરે છે.
બોજ જિંદગીનો વધારે નથી જિલવાતો હવે,
જવાબદારી સોંપવામાં મન સતત જાગ્યા કરે છે.
જિંદગીનું પાનું પાછળ છૂટતું જાય છે,
કિનારે પોહચી જીવનની નૈયા સતત ઝઝૂમયા કરે છે.
કુદરતની કરામતમાં ક્યાં સુધી ભાગતાં રહીશું,
કર્મનો સંગાથ કરીને,ઈશ્વરમાં મન રટાવ્યા કરે છે.
