મન, સમજી લે તો સારું છે
મન, સમજી લે તો સારું છે
મન, સમજી લે તો સારું છે
ના બીજું કોઇ બારું છે ... મન, સમજી લે
આ ભવાટવીમાં ભટકે તું,
વિષયોના રસને માણે શું ?
તને ધ્યાન વિષયનું પ્યારું છે ... મન, સમજી લે
ચરણોમાં કર તું પ્રીત જરી,
પ્રભુને માટે જા ભલે મરી,
પ્રભુનામ સુધામય ન્યારું છે ... મન, સમજી લે
લે શરણ સદાયે એનું લઇ,
મસ્ત બની જાને પ્રીત કરી,
એનું રૂપ ખરે રઢિયાળું છે ... મન, સમજી લે
ગુંજારવ કર નિશદિન એનો,
છે આશ્રય અન્ય કહે કેનો ?
સમજે તો મંગલ તારું છે ... મન, સમજી લે
એનાશું સુંદર ના કોઇ,
છે સમર્યે શાશ્વત પણ સોઇ,
એ પ્રાણ થકી પણ પ્યારું છે ... મન, સમજી લે
છોડી દે ભ્રાંતિ બધી તારી,
દે દુષ્ટ કામનાને મારી,
એ જીવનનું ધન તારું છે ... મન, સમજી લે
‘પાગલ’ મન, ભજને ભાવ કરી,
આ અવસર અમૂલખ જાય સરી,
જલ જલધિ તણું સૌ ખારું છે ... મન, સમજી લે
કોઇની પ્રીત કરીશ નહી,
બીજાને લેશ ભજીશ નહી,
જો બીજું કોણ રૂપાળું છે ? ... મન, સમજી લે