મન પતંગ
મન પતંગ
1 min
647
બન્યું છે મન પતંગ
છે દોર તારા હાથમાં
તું દે ઢીલ કે પેચ લગાવ
છે દોર તારા હાથમાં
મારું તો બન્યું છે મન પતંગ
પતંગ અને દોરનો સાથ છે અલગ
એકબીજાને સાચવવા માં જ વિતાવે જીવન
પતંગ નો સાથ આપવા જ તો દોર મંજાય છે
પછી એજ દોર પતંગમાં સમાય છે
એકબીજામાં એકાકાર થઈ
નીકળી પડે છે ખુલ્લા આકાશમાં
આજે તો જાણે
રાસલીલા ગગન મંડપમાં
આવ કાના હું પણ સમાંઉ તારા ઉરમાં
રાધા ને કૃષ્ણ જાણે એક થયા બ્રહ્માંડમાં
