STORYMIRROR

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

મળે છે,

મળે છે,

1 min
26.2K


ગહન ભાવ કેરો ઇશારો મળે છે,

કદી યાદ નો પણ સહારો મળે છે.

મચલતી સમે રુહની ઝંખનાઓ,

અગર આશ ભીનો કિનારો મળે છે.

રહે સાથની હાથ મલતી તમન્ના, 

તડપતો વિરહ નો નજારો મળે છે.

ખયાલે ભટકતા થયાં જીવનારા,

હવે ક્યાં બધાના વિચારો મળે છે.

સદા સાથ દેતી રહી આરજુ પણ,

છતાં લાગણીમાં દરારો મળે છે.

પ્રણયના જગેલાં રહ્યાં મન તકાજા,

ખુશીની મગર કમ બહારો મળે છે.

ન પામી શકાયાં બધા ભેદ માસૂમ, 

કદમ દર કદમ પર પ્રહારો મળે છે.


Rate this content
Log in