મકરસંક્રાંતિ આવી.
મકરસંક્રાંતિ આવી.
1 min
13.7K
મનભરીને માણી લઈએ મકરસંક્રાંતિ આવી..
પતંગપર્વ રહેતું છવાઈ,રહીએ રંગભેર મનાવી.
કરે રવિ ઉત્તરમાં પ્રયાણ મકર રાશિ શોભાવી.
આભે પતંગ ઊભરાતા દીઠા અંબર સજાવી.
દાન પુણ્યની વહેતી ધારા યાચકવૃંદ હરખાવી.
પોત પ્રકાશતી ઠંડી કેવી હૈયે ઉમંગ પ્રગટાવી.
બાળક અબાલ વૃદ્ધ સૌને અંતરથી ઊભરાવી.
તલ લાડુને બોર આરોગતા મુખ સૌ મલકાવી.
