મજબુર જીવ
મજબુર જીવ
1 min
155
કહેવાનો જ તું મનનો રાજા,
બાકી રહ્યો સદા ગુલામીમાં,
રહ્યો વડીલોના માનમાં,
ક્યારેક પ્રિયના પ્યારમાં,
રહ્યો તું ક્યારેક મજબૂરીમાં,
ક્યારેક તારા પોતાના વંશમાં,
રહ્યો તું ડરીને ધર્મ કર્મમાં,
ક્યારેક તારા સિદ્ધાંતોમાં,
રહ્યો તું મજબુર તારા તનમાં,
ક્યારેક તારી મન મૂંઝવણમાં,
હશે અસર જન્મ પહેલાની,
રહ્યો માના ગર્ભમાં કે તેની સોડમાં,
જીવીશ ક્યારે ખુદની જિંદગી,
અજેય જીવ આવ્યો જ છે,
કેદી બની આ અનેરી પૃથ્વીમાં.
