મજા છે
મજા છે
1 min
197
ભાવ સાથે ભાવ જોડો તો મજા છે,
હાથ દઈને સ્નેહ વાવો તો મજા છે,
જિંદગીની રાહના છીએ મુસાફર,
સંગ ચાલી પ્રેમ ઢોળો તો મજા છે,
હો ક્ષણિક પણ વેદનાનો અંશ આવે,
ભૂલવાની શીખ પાળો તો મજા છે,
ઠોકરો પથ્થર બની આવે છતાંયે,
હાસ્ય સાથે તોડ જાણો તો મજા છે,
પ્રાર્થનામાં છે અનોખી મૌન તાકાત,
બંદગીમાં એ જ આંકો તો મજા છે,
સૃષ્ટિ સર્જન ઈશ લીલા છે નિરાળી,
પાનથી સૌંદર્ય માણો તો મજા છે,
ને સમય સાથે મિલાવી તાલ હરદમ,
જિંદગી ભરપૂર હાણો તો મજા છે.
