મિત્રતા
મિત્રતા
1 min
287
સંબંધ છે એક માત્ર એવો,
જે પારખી જોઈ શોધ્યો એવો,
જન્મ સાથે ઈશ્વરીય ના આપેલો
એ તો જાતે મારો અંગત શોધેલો
છે એકમેકના હદયનો આઇનો,
છે બે ખોળિયાને જીવ એક,
સંગી સાથી સુખ દુઃખનો,
થોડી તકરાર ને થોડી મસ્તી,
પલમાં રૂઠેને પલમાં રીઝે,
સંપૂર્ણ હકદાર અરસ પરસ અસ્તિત્વનો,
અંતે તો પહેલું પ્રિય એટલે મિત્રતા જ તો.
