મિત્રતા
મિત્રતા

1 min

197
યાદોના પટારા ખોલું તો કિસ્સા મઝાનાં નીકળે,
મનના ખિસ્સા ફંફોસુ તો અમુક દોસ્ત નફાનાં નીકળે.
મિત્રતાની રાહ પર જ જીવાય છે આ જિંદગી,
અંધારા ઉલેચું તો નવાનક્કોર અજવાળા નીકળે.
અસલામતીની કેડીઓ પર જ્યારે માંડ્યા'તા ડગ,
અચાનક સલામતી તરફ મિત્રતાની ગતી નીકળે.
શબ્દોમાંથી વાકયો બનાવનાર તો બહું જોયાં,
મિત્રતા એ તો મૌનને વાક્યોમાં બદલી શકવાની કરામત નીકળે.
બનાવટ ને છલનાને ઘણાં હોશિયારી ગણે,
મિત્રતા એ તો જેવા છીએ એવા દેખાવાની વફાદારી નીકળે.