મિલનમાં
મિલનમાં
1 min
415
અમાન્યા વધારી સનમની મિલનમાં,
મર્યાદા ફગાવી કસમની મિલનમાં,
અચાનક પ્રગટ થાય આશા અમારી,
મુશ્કેલી જગાવી સમયની મિલનમાં,
સહન થાય ના ભાર આકાશમાં પણ,
પતંગો ચગાવી કથનની મિલનમાં,
જરૂરત જ ક્યાં હોય સંવાદ કરીને,
ચર્ચાઓ કરાવી કફનની મિલનમાં,
વિધાનો નઠારાં વિયોગો વધારે,
પ્રપંચો ઠરાવી કલમની મિલનમાં,
અકારણ પધારે મુશળધાર વરસાદ,
ઘરોબો વધાવે ફસલની મિલનમાં,
સતાવે લગાતાર યાદો અજબ 'દિન',
તરાપો મરાવે શરમની મિલનમાં.
