STORYMIRROR

Deepa rajpara

Others

4  

Deepa rajpara

Others

મહોરું

મહોરું

1 min
331

આદત મહોરું પહેરવાંની એ હદે પડી છે કે,

ખુદનાં અસ્તિત્વની ઓળખ હવે તો પારકી બની છે.


મીનમેખ નહિ કદિ દર્પણની વાત એવી અફર કે,

એ જાલિમે પણ હવે તો ઓળખવાની ના કરી છે.


ચુપકેથી જોયું તો પણ પ્રતિબિંબ ઉભર્યા હજાર કે,

પાણીમાં ઝાંખવાની આ ગમ્મત હવે તો ભારે નડી છે.


વાંક નથી પડછાયાનો છોડે જો સાથ રાત માં કે,

માંહ્યલાને જ અંધારા ચુમવાની હવે ચાનક ચડી છે.


દોષ ન દે લોકોની આંખોમાં દીસે સઘળું છેતરામણું કે,

તને જ આદત મહોરું પહેરવાની જળો બની ચોંટી છે.


ક્યાં સુધી ટકશે ચહેરા પર નકલી હાસ્યનાં મહોરા કે,

'દીપાવલી' છુપાવેલા ઘાવ દુઝવાની શરૂઆત થઈ છે.


Rate this content
Log in