મહોબ્બત
મહોબ્બત
1 min
357
મરણને તો મહોબ્બત હું કરું કાયમ,
હું તો થોડો ય થોડો પણ મરું કાયમ,
દબાવે દર્દના પથ્થર ખુશીને પણ,
મિલનની આશમાં હું તો ફરું કાયમ,
મળ્યા જે ઘાતને આઘાત એનાથી,
વિકટ છે દર્દનો દરિયો તરું કાયમ,
કશું ક્યાં સાથ આવે શ્વાસ ખૂટે છે,
સતત ઈશ્વર નજર સામે ડરું કાયમ,
લલાટે જે લખ્યું ભૂસી ભલે નાખે,
હું "અક્ષર "હાજરી ક્ષણભર ભરું કાયમ.
