મહેરબાની
મહેરબાની
તમારી થઈ મહેરબાની એવી કે હે ઈશ્વર,
છેલ્લા બે વરસથી અમે સહુ રહ્યાં હેમખેમ..!
નિરાંતનો લીધો તો અમે શ્વાસ,
ને ફરી શરુ થયો છે કોરોનાનો રંજાડ...!
નથી રહ્યું હવે કોઈકોઈનાં રણીધણી,
ખોટે દેખાડે બધું રહેમરાહે ચાલે છે..!
નેતા, અભિનેતા બધાં જ પોતાની સગવડે બદલે નિયમો,
સામાન્ય લોકોની નથી રહી કોઈ દરકાર બધું રહેમરાહે ચાલે છે...!
નીતિ નિયમોમાં બિચારી જનતા જ કાયમ પિસાતી,
તોય સરકારની નજર હેઠળ થતું આઘુંપાછું બધું રહેમરાહે ચાલે છે..!
ત્રીજી લહેર કોરોનાની વિકરાળ મોંઢું ફાડી ઊભી છે,
તોય પ્રજાની ચિંતાને રાખી પર બાજુ બધુંજ રહેમરાહે ચાલે છે..!
જેમ ચાલે છે તેમ ચાલવા દો બધું,
વખતનું વાજું વખતે વગાડવાની વાત રાખીને બાજુ બધું રહેમરાહે ચાલે છે..!
પડશે એવા દેવાશે એજ કાયમની વૃત્તિ,
પડતાં પર પાટું મારવાની ટેવ હેઠળ બધું રહેમરાહે ચાલે છે..!
