મહેફિલ ફરી એકવાર
મહેફિલ ફરી એકવાર
1 min
161
વર્ષોનાં વીત્યાં વ્હાણા,
આજ એ ફરી દોસ્તીની,
જામી પ્રેમભરી મહેફિલ,
મિલન થયું એક અદ્દભુત
ઉભરાઈ આવ્યાં નયનો.
એવી ન કોઈ હતી વાત,
જેની હવે હોય કોઈનાથી,
છુપી એ મસ્તીભરી વાત,
એક દિવસ આજનો પ્યારો,
બનાવવાનો છે ખૂબ મજાનો.
વર્ષોની કહાની આજે ફરી,
જીવી લેવી છે દોસ્તો સાથે,
માણવી ફરી મોજભરી એ,
મહેફિલને સજાવવી છે આજે
બસ મારો દોસ્ત મોટાં ગજાનો.
