મહાણ
મહાણ
1 min
27.1K
મહોણેય જેને મોજ પડે,
વાહલા, એને કોણ નડે ?
મારો ભોળો ને ભેળો હું,
ડમરુ વાગે, ત્યાં નશો ચડે,
એ તંત્ર,મંત્ર અને યંત્ર,
સામે એની, કોણ પડે?
ભૂત, પિશાચ, જંડ ને જોગી,
મરેલા હારે, બોલો કોણ લડે ?
ભાંગ, ધતૂરો, અબીલ, ગુલાલ,
આનંદ ક્ષણેક્ષણે, પળેપળે,
તાંડવનો તાલ સાથે મહાકાલ,
વાહલા, દુઃખનેય શોધવું પડે ?
