મેવલિયા મેવલિયા
મેવલિયા મેવલિયા
હે નજરો ઉપર કરી થાક્યા અમે,
તમે પધારો મેવલિયા, પધારો મેવલિયા...,
હે જગનો તાત પોકાર કરી થાક્યો, મેવાલિયા તમે પધારો મેવલિયા....
ખેતરમાં ખેડ કરી થાક્યા અમે સૌ,
તમે પધારો મેવલિયા તમે પધારો મેવલિયા....
હે ખાતર તાણી લાવ્યા અમે તો, તમે પધારો મેવલિયા તમે પધારો મેવલિયા...
હે વાદળી વરસાવો જળ ભરી આવો મેવલિયા તમે પધારો મેવલિયા..
હે ધરતીનાં છોરું કરે પોકાર મેવલિયા તમે પધારો મેવલિયા..
હે આવી નદી નાળાં છલકાવી દો
મેવળિયા તમે પધારો મેવલિયા..
હે જગમાં મહેર વરસાવી દ્યો ને મેવલિયા તમે પધારો મેવલિયા.
હે મેઘરાજા અરજી અમારી સૂણો
મેવલીયા તમે પધારો મેવાલિયા...
આવી જીવ સૃષ્ટિને બચાવો મેવાલીયા તમે પધારો મેવલિયા...
તમે પધારો પધારો મેઘરાજા.
