મેહુલિયા તું આવ
મેહુલિયા તું આવ
1 min
351
મહેલિયા તું આવ આ તરસી ધરાની તરસ તું છીપાવ,
રાહ જોઈને થાક્યો આ જગનો તાત,
ન એને તું સતાવ,
મેહુલિયા તું આવ,
સૂરજ આકરો બની અગન વરસાવે રે,
તું આવીને ઠંડક પ્રસરાવ,
મેહુલિયા તું આવ,
તારા આગમનના કેટલાં ઓરતા રે,
તું આવીને જલ વરસાવ,
મેહુલિયા તું આવ,
બફરાથી થયા ત્રસ્ત પશુ માનવ રે,
આવીને પાણીથી નવડાવ,
મેહુલિયા તું આવ,
તારા આવવાના શરૂ થયા મહિના,
હવે તું ન રાહ જોવડાવ,
મેહુલિયા તું આવ.
