મેહુલાનું સ્વાગત ગીત
મેહુલાનું સ્વાગત ગીત
1 min
222
હો….મારા માણીગર મેહુલા..
અંબરથી પ્રેમે પધાર્યાં,
સૂરજ ને વાદળા રમે સંતાકૂકડી.
વીજળીને ચમકારે આવ્યાં,
બપૈયા ને મોરલા કરે તાતાથૈયા,
હેલીના નાદ ગજાવ્યાં,
સોળે શણગાર સજી સરિતા થનગને,
સિંધુથી મિલન કરાવ્યાં,
ધરા તણું રૂપ આજ ખીલી રહ્યું છે,
વહાલને હેત વરસાવ્યાંં.
