STORYMIRROR

Khyati Anjaria

Others

3  

Khyati Anjaria

Others

મેઘરાજા

મેઘરાજા

1 min
346

વાદળોને ચીરી આવો,

મેઘરાજા હવે તો વરસો,

તરસી આંખો, તરસી ધરતી,

ભીની માટીની સુગંધ મહેકાવો,


મીટ માંડીને બેઠા સૌ એ,

રીમઝીમ રીમઝીમ થાશે,

ગરમીથી આ વ્યાકુળ તનને,

હવે તો ઠંડક થાશે,


વીજળીના કડાકા ભડાકા સાથે,

આજે ભલે ને ગરજો,

મેઘરાજા હવે તો વરસો,


ઉપર આકાશેથી શાને,

બધું એ જોયા કરતા,

પગરણ માંડો હવે ધરતી પર,

શા કાજે સૌને મૂંઝવતા ?


માન માંગશો હવે ઝાઝું,

કસોટી હવે ના કરશો ,

મેઘરાજા હવે તો વરસો.


Rate this content
Log in