મેઘના પાણીથી અક્ષરો ભીના
મેઘના પાણીથી અક્ષરો ભીના
1 min
404
મેઘના પાણીથી અક્ષરો ભીના ટપકાવ્યા હતા
વીજળીની રોશનીમાં ક્ષણીક ચમકાવ્યા હતા,
આગિયા ઊડઊડ હતા, લઈને આખી રાત્રી અહીં
ઘોર અંધારી નિશાનાં, ઓળાને સતાવ્યા હતા,
ઠોકરો પથ્થરની, માર્ગોમાં સર્વત્ર વાગી હતી
કામ ના લાગ્યું, ચરણને રોજે સમજાવ્યા હતા,
કાનમાં ગુંજે ગઝલ, કોણે મને આપી હશે
કલમ ચાલી, ગઝલનાં અક્ષરો મને લખાવ્યા હતા,
એક વાતે સહુ અહીં, સરખા હશે માણસ થવા
માણસને માણસ તરીકે, કોણે પરખાવ્યા હતા.
