મદિરા મોજ
મદિરા મોજ
1 min
191
વેળાએ વેતરી અમથા વાત કરોમાં,
હદયવાળા છો મન પર મરોમાં.
કરોડો નયનો ભમે છે ગોરી કોરાશ પર,
એ અફૂટ્યા ગાલ પર શા ખંજર પડવાના.
ગૂંથો છો ગીતોની હાર દુનિયા નચાવવા હંમેશ,
સમજો છો કદી શબ્દોથી શા ફેર થવાના.
પીવે છે લોક મદિરા મોજ જમાવવા કાયમ,
ગગડે છે કાયદા હવે નોટોના વરસાદમાં.
વિભાજીત થઈ છે આજ ધરતીય માનવીને પાપે,
હસતા બોલો છો, પણ દર્દમાં મરવાના !
છેતરવા સારું સગા જ બન્યા છે ખૂની અહીં,
હકારે સમજે છે ભાવેશ કોણ ઈશ્વરના પરવાના.
