STORYMIRROR

Meena Mangarolia

Others

4  

Meena Mangarolia

Others

મધુવન

મધુવન

1 min
397

મારાં ઉદરમાં ઊગ્યું છે એક ફૂલ,

શું નામે સંબોધુ તને મારી પરછાઈ,

હ્રદયનાં સ્પંદનો ખીલી ઉઠ્યાં,

જોને અંતરથી ખીલી ઊઠ્યું અમારું મધુવન,

પારાવાર આનંદ છે મને મારી કૂંપળનો,

મારા ઉદરમાં પલતો અમારો પ્રેમ,

તારી હાજરીનો વારંવાર અહેસાસ કરાવે,

જોને અંતરથી ખીલી ઊઠ્યું અમારું મધુવન,

તું છે ખીલતી કળી,નાજુક નમણું ફૂલ,

તને ચાંદ કહું કે સૂરજ,

તું છે અમારી કલ્પનાની સરગમ

જોને અંતરથી ખીલી ઊઠ્યું અમારું મધુવન,

મારામાંથી સ્ફૂરેલું મંદ મંદ સ્મિત,

મારા ઉદરમાં રમતી તારી પગલીઓ,

અમારા આંગળીઓના સ્પર્શ સાથે રમે છે,

જોને અંતરથી ખીલી ઊઠ્યું અમારું મધુવન,

જીવનની ખુશીઓ અમને મળી જયારે,

લઈ બેઠી બાળ ઉદરમાં,

તારા આવવાના આગમનનો અણસાર,

જોને અંતરથી ખીલી ઊઠ્યું અમારું મધુવન,

મારી જિંદગીની ખુશી બસ તું જ,

મારુ નાનકડું વહાલું બાળ,

મારા ખીલતા શ્વાસો શ્વાસ,

જોને અંતરથી ખીલી ઊઠ્યું અમારું મધુવન,

આજ ઊર્જા અને ઉલ્લાસ છે,

દિલથી 'મા' બનવાનો ઉલ્લાસ છે,

જાણે સૌંદર્ય ખીલી ઊઠ્યું છે અંગેઅંગમાં,

તારું દિલથી કરીએ અમે અભિવાદન,

જોને અંતરથી ખીલી ઊઠ્યું મધુવન.


Rate this content
Log in