Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

મઢુલી

મઢુલી

1 min
354

દેહની મઢુલીનું હું લીંપીગુંપીને બેઠી છું મારૂં આંગણું,

ઉંમરના ઓવારે ઉઘાડીને બેઠી છું રૂદિયાનું બારણું !

આંખોમાં આંજી એક અગમ્ય ઈંતજાર શબરીના સ્નેહનો,

રાહ જોઉં હું તો પાથરીને ફળિયામાં પ્રેમનું પાથરણું !

એક એક પળ વીતે જાણે એક એક યુગ જેવડી હવે,

અપલક આંખોએ રામ આગમનની હું તો ઘડીઓ ગણું !

રાધા બની રોવ અનરાધાર, મીરા બની મથું વિયોગમાં,

કયા ભવે સાંપડશે મુજ અભાગણને શ્યામનું શરણું !

એ આવે તો આ મૃત મઢુલી થઈ જાય જીવંત રાજમહેલ,

એ જ ભરથાર મારા ને પરણું તો હવે એને જ પરણું !

શું કામના શણગાર હીરા મોતી માણેકના આ મઢુલી ને,

હવે તો તું જ મારો અણમોલ શ્રુંગાર ને તું જ સાચું ઘરેણું !

'પરમ' પ્રેમમાં થઈ ગઈ છે 'પાગલ' આ જાત મારી ભોળી,

ને હવે નક્કી જ નથી થતું કે આ હકીકત છે કે શમણું !

Rate this content
Log in