માતાનું રૌદ્ર સ્વરૂપ
માતાનું રૌદ્ર સ્વરૂપ
જે માતાનું સૌથી શક્તિશાળી સાતમું સ્વરૂપ તે માતાનું કઠોર સ્વરૂપ.
જે કાળી, મહાકાળી,ભદ્રકાળી, રુદ્રાણી, ચામુંડા, શુભકારી અન્ય નામોથી પ્રસિદ્ધ
જે મનમાં રાખે નકારાત્મક વિચારો ને કરે
એમની ભક્તિ તેનામાં હકારાત્મક વિચારો જન્મે.
તે દુષ્ટોનો કરે નાશ
ને કરે દૂર કષ્ટ ભક્તોનાં
અને અસૂરોનો કરે નાશ
ભલે સ્વરૂપ તેમનો કઠોર
છતાં તેમનું હૃદય કોમલ.
ને સદૈવ ભક્તોને આપે શુભ ફળ.
