માતા ચામુંડા મારી માવડી રે લોલ
માતા ચામુંડા મારી માવડી રે લોલ
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
તાણા ગામે બેઠી છે મા સાક્ષાત જો,
દુખિયાના દુઃખ મા દૂર કરતી રે લોલ,
જીવનમાં આપે સમૃદ્ધિના ભંડાર જો,
ચામુંડ માતા રે મારી માવડી રે લોલ,
તાણા ગામનાં ભક્તો સેવા પૂજા કરતા રે લોલ,
ભાવિ ભક્તોનો એમને મળે સાથ જો,
માતા ચામુંડા હાજરા હાજુર છે રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
હો જીરે માતા ચામુંડા મારી માવડી રે લોલ,
દુઃખના દહાડા તો ઘણા આવિયા રે લોલ,
હવે થઈ છે માતા ચામુંડાની મહેર જો,
ભાવિ ભક્તો ગણા દર્શને આવતા રે લોલ,
હો જીરે મનનાં મનવાંછિત ફળ મળતાં રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
માતા ચામુંડા દિલની ઘણી ઉદાર છે રે લોલ,
સેવક જનને માતા કરતી ખુબજ સહાય જો,
મુશ્કેલીમાં માર્ગમાં ચામુંડા બતાવતી રે લોલ,
માતા ચામુંડાનો મહિમા ઘણો અપાર છે રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
વિકટ વેરા એ ભક્તો માને ટહુકો કરતા રે લોલ,
ભક્તોની સાથે મા ચામુંડા હંમેશા રહેનાર જો,
બાળક જાણી વિકટ વેરામાં સાથ આપતી રે લોલ,
માતા ચામુંડાની કૃપા જીવનમાં ઘણી છે રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
મા ચામુંડાના દર્શન કરવા ભક્તો આવતા રે લોલ,
દિલની વાતો માને કહેવા આવતા રે લોલ,
ભકતોને મળતા જીવનનાં મનવાંછિત ફળ જો,
તાણા તે ગામમાં ચામુંડાનું ધામ છે રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
ભક્તોની વાતો મા ચામુંડા સાંભળતી રે લોલ,
મુશ્કેલીમાં બતાવતી મા ચામુંડા માર્ગ જો,
માવલડી વ્હારે વહેલી આવતી રે લોલ,
ભક્તો ના કાપતી ભવો ભવના દુઃખ જો,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
માતા ચામુંડા જીવનમાં સાચાં માવતર રે લોલ,
તાણા ગામનો ઇતિહાસમાં ચામુંડા તણો રે લોલ,
શ્રધ્ધાળુઓને થાય છે સાક્ષાત અનુભવ છે રે લોલ,
નજરે જોવા મળે મા ચામુંડાના દાખલા રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
વાંજીયાના ઘરે મા પારણા ઝૂલાવતી રે લોલ,
ધન ધાન્ય દઈ હૈયા મા હરખાવતી રે લોલ,
રોગીયાના રોગ મા કાયમ દૂર કરતી રે લોલ,
માતા ચામુંડા મારા જીવનનો આધાર છે રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
માને મળવા ભક્તો હંમેશા આવતા રે લોલ,
દર્શન કરતા હૈયે મા સમાયના આનંદ જો,
મંગળકારી એવી માની છે મૂર્તિ રે લોલ,
દર્શન કરતા જીવનમાં મળે સારો માર્ગ જો,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
ઉત્તર ગુજરાત મા ચામુંડાનું ધામ છે રે લોલ,
થરા જોડે આવેલું તાણા રૂડું ગામ જો,
માં ચામુંડા જાગતી બિરાજતી રે લોલ,
નવરાત્રીમાં લેજો દર્શનનો અનેરો લાભ જો,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
અખૂટ શ્રધ્ધા રાખી માને નમજો રે લોલ,
મનનાં ધાર્યા કામ મા ચામુંડા કરતી રે લોલ,
ધીરજ ધરી માની સેવા પૂજા કરજો રે લોલ,
જીવનમાં જાજો એક વાર તાણા ગામ જો,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
જીવનની ખરાબ વાતોને તમે છોડજો રે લોલ,
ખરાબ જીવનના કર્મોનો કરજો ત્યાગ જો,
માતા ચામુંડા જીવનમાં માં - બાપ છે રે લોલ,
બહેન દીકરીનું જીવન મા કરજો રક્ષણ જો,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
સાચી શિખામણ જીવનમાં ઉતારજો રે લોલ,
તો મા ચામુંડા કરશે જીવનમાં સહાય જો,
સહાય કરીને મા ચામુંડા સુખી કરશે રે લોલ,
મા ચામુંડાની ભક્તિ જીવનમાં કરીએ રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
પુણ્યશાળી બનીને પવિત્ર જીવન જીવજો રે લોલ,
રહેજો માતા ચામુંડાની હંમેશા શરણમાં રે લોલ,
આવી શ્રદ્ધાથી જીવનમાં પ્રાર્થના કરજો રે લોલ,
આવી શ્રદ્ધાથી માના ચરણે શીશ નમાવજો રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ,
માતા ચામુંડાની ભક્તો ઉપર ગણી કૃપા છે રે લોલ,
માની કૃપાથી જીવનમાં ભક્તિ હું કરતો રે લોલ,
માની કૃપાથી જીવનમાં ગરબા હું લખતો રે લોલ,
આવો મહિમા છે માં ચામુંડાનો જીવનમાં રે લોલ,
તાણા ગામે માતાનો મહિમા અનેરો છે રે લોલ,
માતા ચામુંડા મારી માવડી રે લોલ.
