મારી ઓળખ
મારી ઓળખ
1 min
254
હું અંધારી આલમનો અલગારી ફકીર છું,
પથ્થર પર દોરેલી પરમાત્માની લકીર છું !
હું જ સુખ ને દુઃખમાં મારી તકદીર છું,
મારી જ અભિવ્યક્તિમાં હું જ તેજ-તિમિર છું !
હાથમાં વીણા પકડું તો મીરાનું મંદિર છું,
એક ઘા એ કરું બે કટકા તો હું જ કબીર છું !
આમ જુઓ તો પંચ-મહાભૂતનું શરીર છું,
ઓળખાય અ-શરીર તો ખુદાનું ખમીર છું !
પછી શાંત જુનુનમાં ઝળહળતું ઝમીર છું,
ને"પરમ" મા "પાગલ"તોયે, ધીર-ગંભીર છું !
