STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

"મારી મોટી બહેન"

"મારી મોટી બહેન"

1 min
5.3K

સાદી સિમ્પલને અભણ,

મારી મોટી બહેન, 

શક્તિ એની ભણેલાને શરમાવે એવી,

ભાવનાનો સમંદર હા મારી મોટી બહેન, 


બધુ જ કામ આટોપીને, 

અમને ભણવા બેસાડે, 

પછી ખૂબ હેતથી જમાડે, 

સાંજ પડેને હરખે રમાડે, 


લખેલું લેસન જોયા પછી, 

ઈતર પ્રવૃત્તિની પરવાનગી આપે,

લાગણીથી નવરાવે, 

ગુસ્સાથી શિસ્ત શીખવાડેે, 


ભોળી પણ નિયમમાં સખત, 

મારી મોટી બહેન, 

ઘર એવું સુંદર રાખે, 

મોટા માણસનાં ઘર ઝાંખા લાગે, 


ચોખ્ખાઈ,સુઘડ ને સ્વચ્છતા

દીવાની જેમ આખા ઘરમાંં જગમગે, 

મારી મોટી બહેન અભણ છતાં,

જીવનનાં બધા નિયમો એને ગમે,


અમે એને નમીએ, એ પ્રભુ નમે,

બહુવિધ લાગણીનો ભંડાર,

મારી મોટી બહેન,

ધન્ય,ધન્ય મારી મોટી બહેનને,


ખૂબ ભણ્યા, એનાથી ઉજળા,

અમે બધા નાના ભાઈ ભારું, 

ન ખોવાયાં, ન રખડ્યાં,

અમે જિંદગીનાં ઉચ્ચ રસ્તે ચડ્યાં, 

સો,સો વંદન, 

મારી મોટી બહેનને.


Rate this content
Log in