STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Others

3  

રોનક જોષી 'રાહગીર'

Others

મારી માતૃભાષા ગુજરાતી

મારી માતૃભાષા ગુજરાતી

1 min
276

🌹વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના🌹

મારી માતૃભાષા ગુજરાતી

બધી જ ભાષા સારી છે,
પરંતુ ગુજરાતી ભાષા મારી છે.

સંસ્કાર સભ્યતાના વારસાને જાળવનારી ભાષા મારી છે,
માન સન્માન અને સ્વાભિમાન સાથે જીવતા શિખવાડનાર ભાષા મારી છે.

લોકસાહિત્યથી જીવન જીવવાની કળા શિખવાડનાર ભાષા મારી છે,
દુહા છંદના લલકારથી જુસ્સો ચઢાવનારી ભાષા મારી છે.

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે જેવા ભજનથી પ્રેમભાવ લાગણીને માન અપાવતી ભાષા મારી છે,
આવકારાનો અને મહેમાનગતિનો સાચો અનુભવ કરાવનારી ભાષા મારી છે.

આખી દુનિયાને ગરબાના તાલે ઝુમાવતી ભાષા મારી છે,
સૌનો સાથ સૌનો વિકાસ જેવા શબ્દો થકી દરેકના મનમાં જીવંત બની રહેલી ભાષા મારી છે.

ફરું હું દેશ વિદેશને બોલી ત્યાંની બોલું,
પણ ઠેસ વાગતા જ ઓહ "માં" બોલું.

ચમ છો, કેમ છો કે how are you બોલું,
પણ દરેક શબ્દોને હૃદયની લાગણીના ત્રાજવે તોલું.

તારી ભાષાને નમન મારા,
પણ હોય જયારે મારી ભાષામાં ચરણ તારા.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી
ગામ - ઉંટવા (હાલ-કલોલ)


Rate this content
Log in